(Translated by https://www.hiragana.jp/)
રાગ વસંત - વિકિપીડિયા લખાણ પર જાઓ

રાગ વસંત

વિકિપીડિયામાંથી
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
રાગમાલાના એક લઘુ ચિત્રમાં રાગ વસંત

રાગ વસંત અથવા રાગ બસંત શાસ્ત્રીય સંગીતની હિંદુસ્તાની પદ્ધતિનો એક રાગ છે. રાગ વસંત એટલે વસંત ઋતુ સાથે સંબંધિત રાગ એમ ગણાય છે, તેથી આ રાગ ખાસ કરીને વસંત ઋતુમાં ગાવા-વગાડવામાં આવે છે. તેના આરોહમાં પાંચ અને અવરોહમાં સાત સ્વર હોય છે. તેથી આ રાગ ઔડવ-સંપૂર્ણ જાતિનો રાગ છે. વસંત ઋતુમાં ગાવા-વગાડવાને કારણે આ રાગમાં હોળીગીતો પણ ઘણાં મળે છે. આ રાગ પ્રસન્નતા અને ખુશીનો રાગ છે. એવું માનવામાં આવે છે કે આ રાગનાં ગીતો ગાવા, વગાડવા અને સાંભળવાથી મન પ્રસન્ન થાય છે. આ રાગ ગાવાનો સમય રાત્રિનો છેલ્લો પહોર છે, પરંતુ તે દિવસ અથવા રાત્રે કોઈપણ સમયે પણ ગાઈ શકાય છે. રાગમાલામાં આ રાગને રાગ હિંડોળનો પુત્ર માનવામાં આવેલ છે. આ પૂર્વી થાટનો રાગ છે. શાસ્ત્રમાં આ રાગ સમાન એક રાગ વસંત હિંડોળનો ઉલ્લેખ પણ મળે છે. આ એક અત્યંત પ્રાચીન રાગ છે, જેનો ઉલ્લેખ અનેક પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે.

સંક્ષિપ્ત પરિચય રાગ વસંત-

"दो मध्यम कोमल ऋषभ चढ़त न पंचम कीन्ह।

स-म वादी संवादी ते, यह बसंत कह दीन्ह॥'

આરોહ- સા ગ, મ॑ ધ॒ રેં સાં, નિ સાં

અવરોહ- રેં॒ નિ ધ॒ પ, મ॑ ગ મ॑ ऽ ગ, મ॑ ધ॒ ગ મ॑ ગ, રે॒ સા

પકડ- મ॑ ધ॒ રેં॒ સાં, નિ ધ॒ પ, મ॑ ગ મ॑ ऽ ગ

વાદી સ્વર : સા

સંવાદી : મ

થાટ- પૂર્વી (પ્રચલિત)

આ રાગ વિશે કેટલાક મતભેદો પણ છે. પહેલા મત મુજબ, આ રાગમાં કેવળ તીવ્ર મધ્યમનો પ્રયોગ હોવો જોઈએ, પરંતુ અન્ય મત મુજબ, બંને મ વાપરવા જોઈએ, જે વર્તમાન સમયમાં પ્રચલિત છે.

વિશેષતા - ઉત્તરાંગ પ્રધાન રાગ હોવાને કારણે આમાં તાર સપ્તકનો સા ઘણો ચમકે છે. શુદ્ધ મ નો ઉપયોગ માત્ર આરોહમાં એક ખાસ રીતથી કરવામાં આવે છે - સા મ, મ ગ, મ॑ ધ॒ સાં

ગાયન સમય - રાત્રિના છેલ્લા પહોરમાં પરંતુ વસંત ઋતુમાં તે દરેક સમયે ગાય શકાય છે.

આ રાગને પરજ રાગ થી બચાવવા માટે આરોહમાં નિ સ્વરનું લંઘન કરવામાં આવે છે-

સા ગ મ॑ ધ॒ સાં

અથવા

સા ગ મ॑ ધ॒ રેં॒ સાં

વિશેષ સ્વર સંગતીઓ-

૧) પ મ॑ ગ, મ॑ ऽ ગ

૨) મ॑ ધ॒ રેં સાં

૩) સા મ ऽ મ ગ, મ॑ ધ॒ રેં॒ સાં

સંદર્ભો

બસંત; હાથ કી સફાઈ; વાદા કર લે સાજના, બસંત બહાર; છાયા; છમ છમ નાચત આયી બહાર

બાહ્ય કડીઓ