અડદ
અડદ | |
---|---|
સૂકા અડદના દાણા | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Plantae |
(unranked): | Angiosperms |
(unranked): | Eudicots |
(unranked): | Rosids |
Order: | Fabales |
Family: | Fabaceae |
Subfamily: | Faboideae |
Tribe: | Phaseoleae |
Genus: | 'Vigna' |
Species: | ''V. mungo'' |
દ્વિનામી નામ | |
Vigna mungo (L.) Hepper
|
અડદ એ એક કઠોળ છે. આનું શાસ્ત્રીય નામ વીગ્ના મુંગો છે. એને અંગ્રેજીમાં બ્લેક ગ્રામ, બ્લેક લેન્ટીલ, વ્હાઈટ લેન્ટીલ, કે બ્લેમ માટ્પે બીન નામે ઓળખાય છે. આ કઠોળ દક્ષિણી એશિયામાં ઉગાડવામાં આવે છે. પહેલાંં આને અમ્ગ સાથે 'ફેસીઓલ્સમાં વર્ગીકૃત કરાયા હતા, પણ પછી વીગ્નામાં ખસેડાયા. એક સમયે એને મગની જ એક પ્રજાતિ ગણવામાં આવતી હતી. જો તેની છાલ સાથે વેચવામાં આવે તો તેને બ્લેક લેન્ટીલ કહે છે અને તેને છાલરહિત વેચાય તો એને વ્હાઈત લેન્ટીલ કહે છે.
આ કઠોળનું મૂળ ઉદ્ગમ ભારત મનાય છે. પ્રાચીન સમયથી ભારતમાં અડદ ખવાતા આવ્યા છે અને તે ભારતના સૌથી મોંઘા કઠોળમાંનું એક છે. તટાવર્તી આંધ્ર પ્રદેશનું ક્ષેત્ર ચોખા અને અડદની ખેતી માટે જાણીતું છે. અડદના ઉત્પાદનમાં આધ્રપ્રદેશમાં ગુંટુર જિલ્લો પ્રથમ ક્રમાંકે આવે છે. ભારતમાંથી સ્થળાંતર કરેલ લોકોએ અન્ય પ્રદેશોમાં અડદનો ફેલાવો કર્યો છે.
વર્ણન
[ફેરફાર કરો]આનો છોડ એ ટટ્ટાઅર વધતો રૂંવાટી ધરાવતો, વાર્ષિક છોડ છે. આના મૂળ એનેક શાખાઓ ધરાવે છેઅને તેની શાખા લીસી અને ગોળાકાર હોય છે. આની શિંગો સાંકડી, નળાકાર અને લગભગ ૬ સેમી જેટલી લાંબી હોય છે.
રસોઈમાં વપરાશ
[ફેરફાર કરો]અડડનો ઉપયોગ મોટૅભાગે તેની દાળ સ્વરૂપે થાય છે. તેની છોત્રાવાળી દાળમાંથી દાળ બનાવવામાં આવે છે. આની દાળને બાફીને સીધી પણ ખવાય છે. દક્ષિણભારતમાં આની છોત્રા વગરની દાળને વાટીને ખીરું તૈયાર કરાય છે. આ ખીરું ડોસા, ઈડલી, વડા, પાપડ વબેરે બનાવવા માટે વપરાય છે.
આ એક પૌષ્ટિક ખોરાક છે અને અન્ય કઠોળની જેમ મધુપ્રમેહ ધરાવતા લોકોને આનું સેવન કરવાની સલાહ અપાય છે. પંજાબી અને પાકિસ્તાની રસોઈમાં અડદ મહત્તવપૂર્ણ છે અહીં આને સબુત માશ કહે છે. તેનો ઉપયોગ દાલ મખની બનાવવામાં થાય છે. બંગાળમાં બ્યુલીર દાળ બનાવવામાં તેનો ઉપયોગ થાય છે.
વૈદકીય વપરાશ
[ફેરફાર કરો]અડદ એ આયુર્વેદના અમ્તા અનુસાર ખૂબ પૌષ્ટિક ખોરાક છે તે અમરત્વ પ્રદાન કરનારું મનાય છે.[૧]અડદ પચવામાં ભારે, મળમૂત્રને સાફ લાવનાર, સ્નિગ્ધ-ચીકણા, પચ્યા પછી મધુર , આહાર પર રુચિ ઉત્તપન્ન કરાવનાર, વાયુનાશક, બળપ્રદ, શુક્રવર્ધક , વાજીકર એટલે મૈથુન શક્તિ વધારનાર, ધાવણ વધારનાર, શરીરને હ્રુશ્ટપ્રુશ્ટ કરનાર, તથા હરસ, અર્દિત-મોઢાનો લકવા, પાર્શ્વશુળ અને વાયુનો નાશ કરનાર છે. આથી જ આપણે ત્યાં શિયાળામાં અડદિયો પાક ખવાય છે. અડદ બળ આપનાર અને વાયુનાશક છે. આયુર્વેદમાં અડદને શુકલ કહ્યા છે. અડદથી શુક્રની-વીર્યની વ્રુધ્ધિ થાય છે. અડદ પુરુષાતનને ઝડપથી વધારે છે. વીર્યનું મુખ્ય ઘટક પ્રોટીન છે. બધાં જ કઠોળમાં પ્રોટીન હોય છે, પરંતુ અડદમાં ઉત્કુષ્ટ પ્રોટીન હોય છે. આથી જ અડદના સેવનથી સારી શુક્રવ્રુધ્ધિ થાય છે. અડદ વાયુનાશક અને બલ્ય હોવાથી પણ કામશક્તિ-મૈથુનશક્તિ વધારે છે. જેમને વીર્યમાં શુક્રાણુની ખામીને લીધે જ બાળકો ન થતાં હોય તેમણે અડદ અને અડદિયા પાકનો ઉપયોગ કરવો જોઈએ. આવી તકલીફવાળાએ તો લામ્બા સમય સુધી લસણવાળી અડદની દાળ, તલના તેલમાં બનાવેલ અડદનાં વડાં અને અડદિયો પાક નિયિમત ખાવાં જોઈએ.
નામ
[ફેરફાર કરો]ભારતમાં અડદને ઉરડ, ઉડદ, ઉડદ દાલ, માસ (નેપાલી), ઉઝુનુ (મલયાલમ : ഉഴുന്ന്), મિનુમુલુ (તેલુગુ : మినుములు), ઉદીના બેલે (કન્નડ : ಉದ್ದಿನ ಬೇಳೆ), ઉલ્લુન્થુ (તમિળ : உளுந்து), નિરી દાલી (ઉડીયા) તરીકે ઓળખવામાં આવે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Solanki YB, Jain SM.,"Immunostimolatory activities of Vigna mungo L. extract in male Sprague-Dawley rats." J Immunotoxicol. 2010 Jul-Sep;7(3):213-8 Authors:
- H.K. Bakhru (1997). Foods that Heal. The Natural Way to Good Health. Orient Paperbacks. ISBN 81-222-0033-8.
- M. Nitin, S. Ifthekar, M. Mumtaz. 2012. Hepatoprotective activity of Methanolic extract of blackgram. RGUHS J Pharm Sci 2(2):62-67.