(Translated by https://www.hiragana.jp/)
ઘાંચી - વિકિપીડિયા લખાણ પર જાઓ

ઘાંચી

વિકિપીડિયામાંથી

ઘાંચી (હિંદી: घांची; ઉર્દુ: گھانچی) એ મહદંશે ગુજરાતમાં એક ખાસ મુસ્લિમ સમુદાય ની એક જ્ઞાતિ છે અને તે અટક તરીકે પણ વપરાય છે. આ ઉપરાંત હિંદુઓમાં પણ ઘાંચી સમાજ જોવા મળે છે, જે લોકો સામાન્યતઃ મોદી અટક વાપરે છે. મુસ્લિમ ઘાંચી ભારતમાં મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે. ઘાંચી સમાજની એક નાની સંખ્યા પાકિસ્તાનનાં કરાચી શહેરમાં પણ જોવા મળે છે. હિન્દૂ ઘાંચી ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ, સુરેન્દ્રનગર, સુરત, વડોદરા, ભરૂચ વગેરે શહેરોમાં પથરાયેલાં છે.જયારે મુસ્લિમ ઘાંચી સમાજ ગુજરાત માં હિન્દૂ ઘાંચી સમાજ કરતા મોટો અને વધુ વસ્તી ધરાવે છે. મુસ્લિમ ઘાંચી સમાજ ની વસ્તી ગુજરાત માં રાધનપુર, થરાદ, મોડાસા, કડી, કલોલ,વિરમગામ, રાણપુર, બોટાદ, અહમદાબાદ,સુરેન્દ્રનગર, લીંબડી, વઢવાણ, જામનગર, જેતપુર, ગોંડલ, રાજકોટ, ભાવનગર, વેરાવળ, વિસાવદર, અમરેલી, બગસરા, રાજકોટ, જૂનાગ્ઢ, માંગરોળ, ગોધરા, મહુવા, દિવ, ઉના, દ્વારકા, પ્રભાસપાટણ, સન્તરામપુર, મેગરાજ, ઘોઘા, તળાજા, ઉપલેટા, ધોળકા, ધોરાજી, અને સુરાષ્ટ્ર ના દરેક નાના મોટા ગામ માં વસવાટ કરે છે.

ગુજરાત ના મુસ્લિમ ઘાંચી સમાજ નો ઇતિહાસ

ગુજરાત ઘાંચી સમાજ નો ઇતિહાસ પણ અનેરો છે. જેમાં અલગ અલગ જૂથ અલગ અલગ રીતે પોતા નો ઇતિહાસ ધરાવે છે. ગુજરાત ઘાંચી સમાજ ની વાત કરીયે તો તેમાં અલગ અલગ ગોર છે. અને દરેક ગોર(જમાત)માં અલગ અલગ પેટા જાતિયો આવેલ છે. ગુજરાત માં ઘાંચી સમાજ અને મુસ્લિમ સમાજ માં પેટા જૂથો અને પેટા જાતિયો સૌથી વધારે છે.મુસ્લિમ ઘાંચી એ ઇસ્લામ ધર્મ પર પુરે પૂરું પાલન કરે છે. ભારત માં ઇસ્લામ ના આગમન પહેલા ગુજરાત માં મુસ્લિમ ઘાંચી સમાજ એ પહેલી ઘાંચી (તેલ ના ધન્ધા )સાથે સંકળાયેલ ન હતો. ગુજરાત ના હિન્દૂ ઘાંચી એ મૂળ તેલી ઘાંચી છે. પણ મુસ્લિમ ઘાંચી સમાજ એ ગુજરાત ના રાજપૂત અને બ્રાહ્મણ સમાજ થી વટલાયી ને ઘાંચી બનેલ છે. જેના ઘણા સબુતો પણ છે. અને એક મોટો ઇતિહાસ છે. ગુજરાત માં કાઠિયાવાડ ના ઘાંચી એ રાજપૂત કુટુંબો જે ખેતી કરતા હતા.એ લોકો એ અલગ અલગ સૂફી સન્તો ના હાથ એ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. અને કેટલાક સેન્ય માં અને સેનાપતિ નો હોદ્દો ધરાવતા હતા. જે પાછળ થી મુસ્લિમ બની ગયા. કેટલાક બ્રહ્મણો પણ કોઈ કારણસર મુસ્લિમ બન્યા અને પાછળ થી ઘાણી અને ખેતી નો ધન્ધો સ્વીકાર્યો. જે મહેનત મજદૂરી નો હલાલ ધન્ધો હતો.હાલ સમસ્ત ઘાંચી સમાજ એ પાકા સુન્ની મુસ્લિમ છે. અને ઘાંચી જૂથ માં રહે છે. જેને ઘાંચી વાસ /ઘાંચિવાડ તરીકે ઓળખાય છે.જયારે ગોધરા ના ઘાંચી એ શેખ ઘાંચી છે. જેઓ મૂળ તુર્ક અને અફઘાનિસ્તાન મૂળ ના છે. જે બેગડા ના સેન્ય માં હતા અને પાછળ થી તેલ ઘાણી ખેતી નો વ્યવસાય અપનાવીયો. અને મોડાસા, દાહોદ વગેરે ના ઘાંચી એ તેલી ઘાંચી છે. જયારે ઉત્તર ગુજરાત ના રાધનપુરી ઘાંચી, કચ્છ ના ઘાંચી સૌરાષ્ટ્ર ના ઘાંચી એ મૂળ ગુજરાતી ઘાંચી છે. જે મુખ્ય છે. જેઓ 1. ભાદરકાઠીયા ઘાંચી (ભાદર ના કિનારા ના ગામોમાં વસેલા )2. સોરઠીયા ઘાંચી (જૂનાગઢ઼, રાજકોટ, ગીર સોમનાથ જિલ્લા માં વાસનાર )3હાલાર ઘાંચી (જામનગર દ્વારકા જિલ્લા ના ઘાંચી )4ઝાલાવાડી ઘાંચી (મૂળ સુરેન્દ્રનગર નગર જિલ્લા ના ઘાંચી અને હાલ મુંબઈ કરાચી માં વાસનાર )5. રાધનપુરી ઘાંચી (ઉત્તર ગુજરાત ના રાધનપુર, સુઈ ગામ, થરાદ અને સુરેન્દ્રનગર, લીંબડી, વઢવાણ, ગોંડલ રાજકોટ અને સૌરાષ્ટ્ર ના દરેક ઘાંચી જમાત માં રાધનપુરી /રાંધીનપરા ઘાંચી જોવા મળે છે.)5. કડીવાલ ઘાંચી (કડી, અમદાવાદ જિલ્લો માં વાસનાર )બાકી કચ્છ ના ઘાંચી છે.

ઉદ્ભવ[ફેરફાર કરો]

મુસ્લિમ અને હિંદુ બંને ઘાંચી સમાજ પરંપરાગત રીતે રસોઈ તેલ (વર્ષો પહેલા મુખ્યત્વે તલનું તેલ, પણ હાલમાં સિંગતેલ, તથા અન્ય પ્રકારનાં તેલો)ના ઉત્પાદન સાથે સંકળાયેલો સમુદાય છે. ઘાંચીઓ ઘાણી દ્વારા તલ પીલીને તેનું તેલ કાઢવા માટે જાણીતા છે. શિયાળાનું વસાણું એવું કચરીયું એ ઘાંચીઓની ભેટ છે જે પરંપરાગત રીતે ઘાણીમાં તેલ કાઢી લીધા પછીના તલમાં ગોળ મેળવીને તૈયાર કરવામાં આવે છે. કહેવાય છે કે, ગુજરાત તેમજ રાજસ્થાનમાં વપરાતું પરંપરાગત તેલ બનાવતું યંત્ર (ઘાણી) જે રાજસ્થાનમાં ઘાંચ નામે ઓળખાય છે તેના પરથી ઘાંચી શબ્દ અસ્તિત્વમાં આવેલો છે.

અત્રે એ નોંધનીય છે કે ઉત્તર ભારતના મુસ્લિમ તેલી સાથે તેઓનું કોઇ જોડાણ નથી. ઘાંચી[૧] ઉત્તર ગુજરાત ના રાધનપુર તેમજ પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા અને સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્ર ના દરેક જિલ્લા ઓ મુખ્યત્વે જોવા મળે છે. ગુજરાતમાં કલોલ, કડી અને ગોધરા,રાધનપુર, રાજકોટ ભાવનગર જેવા શહેરો ઘાંચી સમુદાયનાં મોટા કેન્દ્રો છે. તેઓનુ એક જોડાણ ઘાંચી-પિંજારા સમુદાય સાથે પણ છે, જેઓ પરંપરાગત રીતે તેલ ઉત્પાદન સાથે સંકળાયેલ છે. રાધનપુર ના ઘાંચી ને રાધનપુરી /રાંધનપરા ઘાંચી તરીકે ઓળખાય છે.ગુજરાતમાં ઘાંચી સમાજ મુખ્યત્વે ગુજરાતી ભાષામાં જ વાતચીત કરે છે. મુસ્લિમ ઘાંચી સમાજમાં ઘાંચી અટક ઉપરાંત ઘાંચી કડૂજીવાલા, ઢમઢમાં (વરસડા વાળા ), પટેલ, બિલખીયા, ખેરાડા, મહીડા, બસર, મોદન, સુથાર, રાઠોડ, સોલંકી, પરમાર, જેઠવા, સોઢા, ચાવડા, વાઘેલા, ચૌહાણ, બામણીયા, માંકડ, મકવાણા, ઝાલા, અગવાન,વિગેરે પણ અટક તરીકે વપરાય છે.અને અલગ અલગ પ્રકાર છે.જેમકે રાધનપુરી ઘાંચી જૂથ, થરાદરી ઘાંચી જૂથ, કડીવાલ, ભદારકાઠિયા, સોરઠીયા, હાલરી, વાગડીયા અને મોડાસા વાળા વગેરે.

હિંદુ ઘાંચી જ્ઞાતિના લોકો ઘાંચી શબ્દ મહદંશે અટક તરીકે વાપરતા નથી. તેને સ્થાને મોટેભાગે મોદી અને આ ઉપરાંત ફડીયા, વડવાળા, વગેરે જેવી અટકો પણ વાપરે છે. હિંદુ ઘાંચી સમાજ હાલમાં મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ તરીકે પણ ઓળખાવું પસંદ કરતા હોય છે.નરેન્દ્ર મોદી પણ ઘાંચી છે.ઇતિહાસ મુજબ ગુજરાતી હિંદુ જ્ઞાતિના મૂળ મોઢેરામાં રહેલા છે, જ્યાંથી કોઈક કારણોસર તેઓ સ્થળાંતર કરી ચાંપાનેર જઈ વસ્યાં અને ત્યાંથી પણ પ્રતિકૂળ સંજોગોને કારણે તેમણે સ્થળાંતર કરીને ગુજરાતના અન્ય શહેરોમાં વસવાટ કરવો પડ્યો[૨]. આથી તે જ્ઞાતિનું નામ મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિ પડ્યું છે.

મુસ્લિમ ઘાંચી સમાજની વર્તમાન પરિસ્થિતિ[ફેરફાર કરો]

ગુજરાત[ફેરફાર કરો]

ઘાંચી સમાજ મુખ્યતવે પરંપરાગત રીતે રસોઈ તેલ ઉત્પાદન સાથે સંકળાયેલો છે. પરંતુ આધુનિક ટેકનોલોજીની પ્રગતિ સાથે ઘાંચી સમાજ અન્ય વ્યવસાયો તરફ પણ વળ્યો છે. એમાંના કેટલાક હવે નાના ઉદ્યોગપતિઓ અને કેટલાક ટ્રાન્સપોર્ટર બની ગયા છે.[૩] ઘાંચી મોટેભાગે શહેરમાં ઘાંચીવાડ તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા હોય છે.

ઘાંચી એ અન્ય ગુજરાતી મુસ્લિમોની જેમ જમાતબંધીના સિદ્ધાંતોને અનુસરે છે, અને તેઓનો જાતિ સમુહ "ઘાંચી જમાત" તરીકે ઓળખાય છે. ઘાંચી એ સુન્ની મુસ્લિમ છે.ઘાંચી સમાજ એ સુન્ની મુસ્લિમ હોવા ના સાથે સુન્ની ના બીજા અન્ય પેટા પ્રકાર જેમકે અહલે હદીસ, બારેલવી અને દેવબન્દી ઉપ-સંપ્રદાય સાથે સંકળાયેલ છે. ઘાંચી મુસ્લિમ સમાજ એ શિક્ષિત સમાજ છે.અને સાથે મહેનતુ અને પોતા ની કોઠા સુજ ને લીધે પુરા ગુજરાત માં વખણાય છે. ઘાંચી વેપાર ની સાથે સાથે શેક્ષણિક રીતે આગળ પડતા છે. જેમાં કેટલાક બહુ ઊંચા હોદ્દા પર સેવા આપી રહ્યા હતા અને છે. ઘાંચી સમાજ માં રાધનપુર ના ઘાંચી સમાજ માં શિક્ષણ પ્રત્યે અને સરકરી નોકરીયો પ્રતેયે પહેલે થી જાગૃકતા જોવા મળે છે. જયારે કાઠિયાવાડ બાજુ વેપાર(ધન્ધા )માં ઘાંચી સમાજ આગળ છે. ઘાંચિયો માટે અલગ અલગ કહેવાતો અને લોકગીત ગુજરાત માં પ્રચલિત છે. જેમની એક કહેવત ઘાંચી સમાજ ની સુજબુજ અને સમજદારી ની ઓળખ અપે છે. તે એમ છે કે "મજૂરી કરતો કે ખેતી કરતો સામાન્ય ઘાંચી પણ વગર ડિગરી નો વકીલ છે "..

રાજસ્થાન[ફેરફાર કરો]

રાજસ્થાનમાં ઘાંચી હજુ પણ તેલ ઉત્પાદન સાથે સંકળાયેલા છે. અહિં આ સમુદાયનો મોટો ભાગ હવે ખેતીનો વ્યવસાય કરે છે. આ રાજસ્થાન ઘાંચીઓનું રાજ્યવ્યાપી જાતિ સંગઠન "ઘાંચી જમાત" તરીકે ઓળખાય છે. રાજસ્થાનમાં તેઓ દુર્ગાપુર, બાંસવાડા, જોધપુર અને ઉદયપુર જિલ્લાઓમાં વિસ્તરેલા છે. રાજસ્થાનના ઘાંચીઓ મોટેભાગે મેવાડી કે મારવાડી ભાષા બોલે છે જ્યારે કેટલાક હિંદી/ઉર્દુ ભાષામાં વાત કરે છે.

ભારતના અન્ય ભાગોમાં[ફેરફાર કરો]

ભારતમાં ઘાંચીઓ ઘણી જગ્યાએ વસવાટ કરે છે. આધુનિક ભારતમાં વિકાસને કારણે જેમ અન્ય જાતિઓનુ સ્થળાંતર જે-તે જાતિના મુળ વતન ઉપરાંત ભારતના અન્ય ભાગોમાં પણ વ્યાપક રીતે થયું છે, તેવી જ રીતે ઘાંચી જાતિ પણ ભારતભરમાં જોવા મળે છે. મહારાષ્ટ્ર નું મુંબઇ એ ઘાંચી સમાજની સારી એવી વસ્તી ધરાવે છે. આ ઉપરાંત અન્ય રાજ્યો જેવા કે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, તમિલનાડુ વગેરે રાજયોમાં પણ ઘાંચી સમાજની નોંધપાત્ર વસ્તી છે.

પાકિસ્તાનના ઘાંચી[ફેરફાર કરો]

પાકિસ્તાનના શહેર કરાચીમાં ઘાંચી સમાજનો મોટો સમુદાય વસવાટ કરે છે. એમાંના કેટલાક ઘાંચી પરા વિસ્તારમાં, જ્યારે કેટલાક સદર ટાઉન, રણછોડ લાઈન વિસ્તારમાં સ્થાયી થયાં છે.જે લોકો આજ પણ ગુજરાતી ભાષા બોલે છે. અને ગુજરાતી ખાના પીના ને ત્યાં જીવતું રાખ્યું છે.અને તેઓ પાકિસ્તાન માં ગુજરાતી ભાષા અને કરાચી ની ગુજરાતી વિરાસત ને બચાવી અને સાચવવા ખુબ મહેનત કરે છે. કરાચી નો ઘાંચી સમાજ સુખી અને વખણાયેલો સમાજ છે. કરાચી માં મુસ્લિમ ઘાંચી એટલે ગુજરાતી અને ગુજરાતી એટલે ઘાંચી એવી માન્યતા વિકસેલ છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "મુસ્લિમ ઘાંચી વેબસાઇટ પર પરિચય". મૂળ માંથી 2012-01-02 પર સંગ્રહિત. મેળવેલ 2011-12-29.
  2. અમદાવાદ મોઢ ચાંપાનેરી વણિક જ્ઞાતિની વેબસાઈટ પર ટૂંકમાં ઇતિહાસ
  3. પિપલ ઓફ ઇંડિયા- ગુજરાત વોલ્યુમ XXI ભાગ એક, સંપાદનઃ R.B Lal, P.B.S.V Padmanabham, G Krishnan & M Azeez Mohideen પાન ૩૪૬-૩૫૦