(Translated by https://www.hiragana.jp/)
જોન લોગી બેયર્ડ - વિકિપીડિયા લખાણ પર જાઓ

જોન લોગી બેયર્ડ

વિકિપીડિયામાંથી
જોન લોગી બેયર્ડ
જન્મ૧૪ ઓગસ્ટ ૧૮૮૮ Edit this on Wikidata
મૃત્યુ૧૪ જૂન ૧૯૪૬ Edit this on Wikidata
Bexhill-on-Sea Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
  • University of Glasgow
  • University of Strathclyde Edit this on Wikidata

જોન લોગી બેયર્ડ (૧૩ ઓગસ્ટ ૧૮૮૮ - ૧૪ જૂન ૧૯૪૬) ટેલિવિઝનના પ્રણેતા હતા. તેઓ પ્રસિદ્ધ વૈજ્ઞાનિક, ઇજનેર તેમ જ સંશોધક હતા.

પ્રારંભિક જીવન

[ફેરફાર કરો]

એમનો જન્મ ૧૩ ઓગસ્ટ ૧૮૮૮ના દિવસે ગ્લેસગોની નજીક આવેલા હેલન્સબર્ગ, બ્રિટન ખાતે થયો હતો. તેમના પિતા શિક્ષિત પાદરી હતા. બેયર્ડ નાનપણમાં જ ફોટોગ્રાફીનો શોખ ધરાવતા હતા.[]

કારકિર્દી

[ફેરફાર કરો]

તેમણે પ્રાથમિક અભ્યાસ પૂર્ણ કર્યા પછી રોયલ ટેક્નિકલ કૉલેજ ખાતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરીંગનો અભ્યાસ શરુ કર્યો, પરંતુ પ્રથમ વિશ્વ યુદ્ધને કારણે તેમને અભ્યાસમાં મુશ્કેલી પડી. આ ઉપરાંત આ સમયગાળામાં તેમની તબિયત પણ બગડવા લાગી હતી. આ કારણે હવાફેર કરવા તેઓ પોતે બનાવેલી વસ્તુઓ સાથે મિત્રને ત્યાં ઇંગ્લેન્ડ ગયા. એ દરમિયાન તેમને રેડિયો કેબિનના ઓપરેટર સાથે મુલાકાત કરવાનો મોકો મળ્યો. તેમની રેડિયો કેબિનના ઓપરેટર સાથે મિત્રતા વધતાં, તેમણે વીજશક્તિ દ્વારા હવાના માધ્યમથી તસવીર મોકલી શકાય એવી શોધ કરવાનું નક્કી કર્યું. ત્યારબાદ ઈ. સ. ૧૯૨૨માં લંડન પરત ફરીને તેમણે ટેલિવિઝનની શોધ કરવા અંગેની રૂપરેખા બનાવી તથા આ સંશોધનના કામમાં લાગી ગયા. જૂના બિસ્કિટના ડબ્બા, વીજળીની જૂની મોટર જેવાં અનેક સાધનો ભંગારવાળાને ત્યાંથી મેળવી તેમણે ખુબ જ મહેનતના અંતે ઈ. સ. ૧૯૨૨માં સફળતા પ્રાપ્ત કરી હતી. બેયર્ડને આ વખતે તસવીરને ત્રણ ગજ જેટલા અંતર સુધી પ્રસારિત કરવામાં સફળતા મળી. વધુ સંશોધન માટે તેમની પાસે જરૂરી નાણાં ન હોવાને કારણે તેમણે આ માટે સમાચારપત્ર (ન્યૂઝપેપર)માં જાહેરાત છપાવી. જેના કારણે અમુક ધનવાન પરિવારે તેમને આર્થિક મદદ કરી હતી. ઈ.સ. ૧૯૨૫ની આસપાસ તેમને ટેલિવિઝનના કામમાં સફળતા મળી. આ ફળસ્વરુપે તેમણે લંડન શહેરમાં રોય ઇન્સ્ટિટ્યૂશન ખાતે ટેલિવિઝનનાં ચલચિત્રોનું પ્રદર્શન કર્યું. બ્લેક એન્ડ વ્હાઇટ ટેલિવિઝનની શોધ કર્યા બાદ ઈ. સ. ૧૯૨૮માં તેમણે રંગીન ટેલિવિઝન બનાવવા અંગેનાં સંશોધનો કરવાની શરુઆત કરી હતી.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "ટેલિવિઝનની શોધ કરનારજોન લોગી બેયર્ડ". sandesh.com. મેળવેલ 2022-04-11.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]