બર્નાર્ડો આલ્બર્ટો હોસી
Appearance
બર્નાર્ડો આલ્બર્ટો હોસી (અંગ્રેજી: Bernardo Alberto Houssay) આર્જેન્ટીનાના એક વૈજ્ઞાનિક હતા. એમનો જન્મ આર્જેન્ટીનાના બ્યુનોસ એરિસ શહેર ખાતે થયો હતો. નાનપણથી જ વિજ્ઞાનમાં રસ ધરાવતા બર્નાર્ડો હોસી બ્યુનોસ એરિસ ખાતેની કોલેજમાં દાક્તરી વિભાગમાં અભ્યાસ કરી, એ જ કોલેજમાં ફિઝિયોલોજીના પ્રોફેસર તરીકે કાર્યરત થયા હતા.
આગળ જતાં એમણે મગજની અંદર રહેલી પિટ્યુટરી ગ્રંથિ અંગે સંશોધન કરી એમાંથી પેદા થતા હોર્મોનની ઈન્સ્યુલીન તથા શરીર માટે શક્તિ મેળવવાની પ્રક્રિયામાં તેની ભૂમિકા અંગે સંશોધન કરી શોધ કરી હતી. આ શોધ બદલ એમને નોબૅલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું[૧]. એમની આ શોધને કારણે લોહીમાં શર્કરાનું પ્રમાણ કેટલું હોય છે તેની જાણ થઈ અને આ પ્રમાણ જાળવવા માટેની દવાઓ શોધાઈ હતી.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "The Nobel Prize in Physiology or Medicine 1947". NobelPrize.org (અંગ્રેજીમાં). મેળવેલ 2019-03-23.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |