મે ૧
Appearance
આ લેખ વર્ષના દિવસ વિષેનો છે. આ દિવસે આવતા ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ માટે જુઓ: ગુજરાત દિન
૧ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૨૧મો (લિપ વર્ષ દરમ્યાન ૧૨૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૪૪ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૭૫૧ – અમેરિકામાં પ્રથમ ક્રિકેટ મેચ રમાઇ.
- ૧૮૩૪ – બ્રિટિશ સંસ્થાનોમાંથી ગુલામી પ્રથા (slavery) નાબૂદ કરાઇ.
- ૧૮૪૦ – "પેનિ બ્લેક" (Penny Black), યુનાઇટેડ કિંગડમમાં પ્રથમ અધિકૃત ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી.
- ૧૮૪૪ – વિશ્વનું બીજું અને એશિયાના પ્રથમ આધુનિક પોલીસ દળ હોંગકોંગ પોલીસ દળની સ્થાપના થઈ.
- ૧૮૬૫ – બ્રાઝિલ, આર્જેન્ટીના અને ઉરુગ્વેના સામ્રાજ્યોએ ત્રિજોડાણ (ટ્રિપલ એલાયન્સ)ની સંધિ પર હસ્તાક્ષર કર્યા.
- ૧૮૮૪ – અમેરિકામાં દિવસમાં આઠ કલાક કામ કરવાની માંગ જાહેર કરાઇ.
- ૧૯૨૭ – 'ઇમ્પિરીયલ એરલાઇન્સ'ની લંડન થી પેરિસની નિયત ઉડાનમાં પ્રથમ વખત રાંધેલો ખોરાક અપાયો.
- ૧૯૩૦ – લઘુગ્રહ (dwarf planet) યમનું અધિકૃત રીતે નામકરણ કરાયું.
- ૧૯૩૧ – એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ (Empire State Building), ન્યુયોર્ક શહેરને સમર્પિત કરાયું.
- ૧૯૪૮ – ઉત્તર કોરિયાની સ્થાપના કરાઇ,'કિમ ૨-સુંગ' પ્રથમ પ્રમુખ બન્યા.
- ૧૯૫૬ – જોનાસ સાક (Jonas Salk) દ્વારા વિકસાવવામાં આવેલી પોલિયોની રસી જાહેર જનતા માટે ઉપલબ્ધ બની.
- ૧૯૬૦ – બૃહદ મુંબઇ રાજ્યનું વિભાજન કરી ગુજરાત અને મહારાષ્ટ્ર સ્વતંત્ર રાજ્ય બન્યા.
- ૧૯૬૧ – ક્યુબાના વડા પ્રધાન ફિડલ કાસ્ટ્રોએ ક્યુબાને સમાજવાદી રાષ્ટ્ર જાહેર કર્યું તથા ચૂંટણીઓ નાબૂદ કરી.
- ૧૯૭૮ – જાપાનના નાઓમી ઉએમુરા કૂતરાની સ્લેજગાડી દ્વારા એકલા મુસાફરી કરી ઉત્તર ધ્રુવ સુધી પહોંચનાર પ્રથમ વ્યક્તિ બન્યા.
- ૨૦૦૯ – સ્વીડનમાં સમલૈંગિક લગ્નને કાયદેસર કરવામાં આવ્યા.
જન્મ
[ફેરફાર કરો]- ૧૮૯૫ – હરિહર ભટ્ટ, એક જ દે ચિનગારી પ્રાર્થનાના રચયિતા અને ગુજરાતી સાહિત્યકાર. (અ. ૧૯૭૮)
- ૧૯૧૩ - બલરાજ સહાની, ભારતીય અભિનેતા (અ. ૧૯૭૩)
- ૧૯૧૯ – મન્ના ડે, ગાયક કલાકાર. (અ. ૨૦૧૩)
- ૧૯૪૪ – સુરેશ કલમાડી, રાજકારણી.
- ૧૯૮૮ – અનુષ્કા શર્મા, ચલચિત્ર અભિનેત્રી અને મોડેલ.
અવસાન
[ફેરફાર કરો]- ૧૯૦૮ - પ્રફુલ્લ ચાકી, ભારતીય ક્રાંતિકારી (જ. ૧૮૮૮)
- ૧૯૯૦ - સર્વાનંદ કૌલ પ્રેમી, કાશ્મીરી કવિ, વિદ્વાન (જ. ૧૯૨૪)
- ૧૯૯૩ - રણસિંઘે પ્રેમદાસા, શ્રીલંકાના વડાપ્રધાન. (જ. ૧૯૨૪)
- ૨૦૦૮ - નિર્મલા દેશપાંડે, સામાજીક કાર્યકર (જ. ૧૯૨૯)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- ગુજરાત – ગુજરાત દિન.
- મહારાષ્ટ્ર – મહારાષ્ટ્ર દિન.
- મજૂર દિવસ.
- વિશ્વ કામદાર દિવસ.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર મે ૧ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.