સંયુક્તા
સંયુક્તા | |
---|---|
સર્જક | ચાંદ બરદાઈ |
માહિતી | |
શિર્ષક | કનૌજની રાજકુમારી |
કુટુંબ | ગઢવાલ (જન્મથી) ચૌહાણ (લગ્નથી) |
જીવનસાથી | પૃથ્વીરાજ ચૌહાણ |
સંબંધીઓ | જયચંદ (પિતા) |
ધર્મ | હિંદુ ધર્મ |
સંયુક્તા, સંયોગિતા અથવા સંજુક્તા એ કન્નૌજના રાજા જયચંદની પુત્રી અને પૃથ્વીરાજ ચૌહાણની ત્રણ પત્નીઓમાંની એક હતી. [૧] પૃથ્વીરાજ અને સંયુક્તા વચ્ચેની પ્રેમકથા એ ભારતની સૌથી લોકપ્રિય મધ્યયુગીન પ્રેમકથાઓમાંની એક છે, જેનું આલેખના પૃથ્વીરાજ રાસોમાં ચાંદ બરદાઈમાં થયેલું છે. [૨]
દંતકથા
[ફેરફાર કરો]તેમના શાસનના સુવર્ણ કાળ દરમ્યાન પૃથ્વીરાજે ભારતના વિશાળ પ્રદેશોને પોતાના સામ્રાજ્ય સાથે જોડી દીધા હતા, અને તેમની ખ્યાતિ સમગ્ર ઉપખંડમાં અને અફઘાનિસ્તાનમાં ફેલાઈ ગઈ હતી. ઘણા નાના રાજાઓ તેમની શક્તિથી ઈર્ષ્યા અને અદેખાઈ ધરાવતા હતા. કન્નૌજના રાજા જયચંદનો તેમાંના એક હતા. જયચંદની પુત્રી, સંયુક્તા, એક મજબૂત મનોબળ ધરાવતી છોકરી હતી જે તેની મોહક સુંદરતા માટે જાણીતી હતી. એવું કહેવાય છે કે અન્ય બે રાજકુમારીઓ શશિવ્રતા અને પદ્માવતીની જેમ તે પણ પૃથ્વીરાજના પ્રેમમાં પડી ગઈ હતી, [૧] કારણ કે તેની પ્રતિષ્ઠાએ ખૂબ ફેલાયેલી હતી. તે પૃથ્વીરાજ સિવાય કોઈને ઈચ્છતી ન હતી. પૃથ્વીરાજે સંયુક્તાના વિશે સાંભળ્યું હતું અને તેઓ પણ તેના પ્રેમમાં પડ્યા હતા. જોકે, જયચંદ અને પૃથ્વીરાજ હરીફ હતા. [૩]
પોતાની પીઠ પાછળ પાંગરી રહેલા આ પ્રેમ સંબંધ વિશે જાણવા મળતાં, રાજા જયચંદ ગુસ્સે થયા. જયચંદે પૃથ્વીરાજનું અપમાન કરવાનું નક્કી કર્યું અને ૧૧૮૫ માં તેમની પુત્રી માટે સ્વયંવરની વ્યવસ્થા કરી. તેમણે આ સમારંભમાં દૂર-દૂરના રાજવીઓને આમંત્રણ આપ્યું, પૃથ્વીરાજ સિવાય દરેક પાત્ર રાજકુમાર અને રાજાને તેમાં તેડાવ્યા. ત્યારબાદ તેમણે પૃથ્વીરાજની માટીની પ્રતિમા બનાવી, જેને જયચંદના દરબારમાં દ્વારપાલ તરીકે સ્થાપી.
પૃથ્વીરાજ ચૌહાણ, આ સ્વયંવર વિશે સાંભળીને, કન્યાનું અપહરણ કરવાની યોજના ઘડી. સમારંભના દિવસે, સંયુક્તા સ્વયંવરના પ્રખર દાવેદારોની નજરને અવગણીને ઔપચારિક માળા ધારણ કરીને દરબારમાંથી પસાર થઈ. આગળ વધી દરવાજામાંથી પસાર થઈ તેણે પૃથ્વીરાજની પ્રતિમાના ગળામાં માળા પહેરાવી દીધી અને તેને પોતાનો પતિ જાહેર કર્યો. પૃથ્વીરાજ, તે સમયે પ્રતિમાની પાછળ છુપાયેલો હતો, તેણે સંયુક્તાનો હાથ પોતાના હાથમાં પકડી લીધો અને તેને ઘોડા પર બેસાડી અને દિલ્હી લઈ ગયો. આથી રાજા જયચંદ ગુસ્સે થયા. [૪] આના કારણે દિલ્હી અને કન્નૌજ વચ્ચે અણબનાવ થયો હતો, આ અણબનાવનો અફઘાનિસ્તાનના મોહમ્મદ ઘોરીએ લાભ લીધો હતો.
ઐતિહાસિકતા
[ફેરફાર કરો]સંયુક્તાની ઐતિહાસિકતા એ વિવાદનો વિષય છે. પૃથ્વીરાજ રાસોએ ઐતિહાસિક દ્રષ્ટિએ અવિશ્વસનીય લખાણ છે. આ કૃતિ ૧૬મી સદીથી ક્ષત્રિય શાસકોના આશ્રય હેઠળ સુરક્ષિત હતી. જો કે, દશરથ શર્મા જેવા કેટલાક વિદ્વાનો માને છે કે પૃથ્વીરાજ ચૌહાણના શાસનકાળ દરમિયાન રચાયેલ વધુ વિશ્વસનીય પૃથ્વીરાજ વિજયમાં પણ સંયુક્તાનો સંદર્ભ છે. [૧]
પૃથ્વીરાજ વિજયના અપૂર્ણ એવા ૧૧મા અધ્યાયમાં ગંગા નદીના કિનારે રહેતી (સંયુક્તાની જેમ) એક અનામી સ્ત્રી માટેના પૃથ્વીરાજના પ્રેમનું વર્ણન છે. આ સ્ત્રીનો ઉલ્લેખ તિલોત્તમાના અવતાર તરીકે કરવામાં આવ્યો છે, જે એક સુપ્રસિદ્ધ અપ્સરા (અવકાશી અપ્સરા) છે. જો કે, જો આ મહિલા સંયુક્તા જ હોય તો પણ, પૃથ્વીરાજ ચૌહાણ દ્વારા થયેલા સંયુક્તાના અપહરણ અને લગ્નને દર્શાવતી પૃથ્વીરાજ રાસોની કથાને સમર્થન આપતા કોઈ નક્કર પુરાવા નથી. [૧]
આધુનિક ભારતીય સંસ્કૃતિ
[ફેરફાર કરો]"સંયુક્તા", જેનો અર્થ સંસ્કૃતમાં "સંયુક્ત" થાય છે, તે આધુનિક ભારતમાં એક લોકપ્રિય છોકરીનું નામ છે. પૃથ્વીરાજ ચૌહાણનું જીવન સ્ટાર પ્લસ પર દર્શ્વાયેલા ધરતી કા વીર યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણ નામના ટેલિવિઝન શોનો વિષય છે, તે શ્રેણીમાં સંયોગિતાનું પાત્ર મુગ્ધા ચાફેકર દ્વારા ભજવવામાં આવ્યું હતું. [૫] રાની સંયુક્તા નામની એક ઐતિહાસિક ફિલ્મ ૧૯૬૨માં બની હતી, પદ્મિની અને એમ. જી. રામચંદ્રનની તેના મુખ્ય પાત્રો હતા. [૬] ચંદ્રપ્રકાશ દ્વિવેદીની ૨૦૨૨ માં આવેલી ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજમાં સંયોગિતાનું પાત્ર માનુષી છિલ્લર દ્વારા નિભાવવામાં આવ્યું છે. [૭]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Cynthia Talbot 2015.
- ↑ "Prithviraja III". Encyclopædia Britannica. મેળવેલ 21 September 2015.
- ↑ "Everything you must know about Sanyogita | Prithviraj Chauhan's wife history |". Reality of Indian history.
- ↑ Kumar, Pradeep (11 October 2016). "कैसे बिना आँखों के पृथ्वीराज चौहान ने मुहम्मद गोरी को मार गिराया". newstrend.news (Hindiમાં). Newstrend. મેળવેલ 5 June 2021.CS1 maint: unrecognized language (link)
- ↑ "'My fans want me to do a historical drama', says Mugdha Chaphekar". Free Press Journal (અંગ્રેજીમાં). મેળવેલ 2022-04-25.
- ↑ "Rani Samyuktha (1962)". The Hindu. THG PUBLISHING PVT LTD. 19 September 2015. મેળવેલ 5 June 2021.
- ↑ "Prithviraj: Akshay Kumar, Manushi Chhilar's historical drama goes on floors; film to release on Diwali 2020". The Firstpost. 16 November 2019. મેળવેલ 30 December 2019.
ગ્રંથસૂચિ
[ફેરફાર કરો]