જુલાઇ ૨૯

વિકિપીડિયામાંથી
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૨૦ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૧૦મો (લિપ વર્ષ દરમ્યાન ૨૧૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૫૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૯૨૧ – એડોલ્ફ હિટલર જર્મન કામદારોના રાષ્ટ્રીય સમાજવાદી પક્ષના નેતા બન્યા.
  • ૧૯૪૮ – ઓલિમ્પિક રમતો: XIV ઓલિમ્પિયાડ રમતોત્સવ: બીજા વિશ્વયુદ્ધને કારણે ૧૨ વર્ષના વિરામ બાદ (બર્લિનમાં ૧૯૩૬ના ગ્રીષ્મ ઓલિમ્પિક્સ પછી) યોજાનાર પ્રથમ ગ્રીષ્મ ઓલિમ્પિક્સ લંડનમાં શરૂ થયો.
  • ૧૯૫૭ – આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા સંસ્થાની સ્થાપના કરવામાં આવી.
  • ૧૯૮૦ – ઇસ્લામિક ક્રાંતિ પછી ઇરાને એક નવો પવિત્ર ધ્વજ અપનાવ્યો.
  • ૧૯૮૭ – બ્રિટિશ વડા પ્રધાન માર્ગારેટ થેચર અને ફ્રાન્સના પ્રમુખ ફ્રેનોઇસ મિત્તરેન્ડે ઇંગ્લિશ ચેનલ હેઠળ ટનલ (યુરોટનલ) બનાવવાના કરાર પર હસ્તાક્ષર કર્યા.
  • ૧૯૮૭ – ભારતના વડા પ્રધાન રાજીવ ગાંધી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ જે. આર. જયવર્દનેએ વંશીય મુદ્દાઓ પર ભારત-શ્રીલંકા સમજૂતી પર હસ્તાક્ષર કર્યા.
  • ૨૦૦૫ – ખગોળશાસ્ત્રીઓએ, લઘુગ્રહ એરિસની શોધની જાહેરાત કરી.

જન્મ

  • ૧૮૪૧ – ગેર્હાર્ડ હેનરિક હેન્સન, (Gerhard Armauer Hansen) નોર્વેના ચિકિત્સક, રક્તપિત્તના કારકના શોધકર્તા (અ. ૧૯૧૨)
  • ૧૯૦૪ – જે.આર.ડી.તાતા, ભારતીય ઉદ્યોગપતિ (અ. ૧૯૯૩)
  • ૧૯૪૯ – આરીફ અલ્વી, પાકિસ્તાની રાજકારણી
  • ૧૯૫૯ – સંજય દત્ત, ભારતીય અભિનેતા

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ