(Translated by https://www.hiragana.jp/)
ભૂગોળ - વિકિપીડિયા લખાણ પર જાઓ

ભૂગોળ

વિકિપીડિયામાંથી
પૃથ્વીનો ભૂસ્તરશાસ્ત્રીય નક્શો

ભૂગોળપૃથ્વી પર આવેલાં સ્થળો તથા તેમાં રહેલા પારિમાણિક તથા માનવીય ફેરફારોના અભ્યાસનું શાસ્ત્ર છે. "ભૂ" નો અર્થ સંસ્કૃતમાં પૃથ્વી થાય છે.

આધુનિક ભૂગોળશાસ્ત્ર એ એક વૈવિધ્યપૂર્ણ શાખા છે જેમાં લગભગ તમામ અન્ય વિજ્ઞાનના અંશ જોવા મળે છે. ભૂગોળ એ અત્યંત વ્યાપક વિષય હોવાથી તેની વ્યાખ્યા કરવી કે તેને વિજ્ઞાન કે સમાજશાસ્ત્ર જેવા વિભાગોમાં વર્ગીકૃત કરવું એ એક મુશ્કેલ કામ છે, અને આવા પ્રયત્નો અવારનવાર વિવાદોને આમંત્રણ આપે છે. ભૂગોળ એ વ્યાપક વિજ્ઞાન છે.