(Translated by https://www.hiragana.jp/)
Vat Savitri Vrat Na Niyam: વટ સાવિત્રી વ્રતના દિવસે મહિલાઓ ન કરે આવી ભૂલ નહી તો અધૂરુ રહી જશે તમારુ વ્રત - Vat Savitri Vrat - vrat savitri vrat dos and donot | Webdunia Gujarati
મંગળવાર, 2 જુલાઈ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 21 જૂન 2024 (00:01 IST)

Vat Savitri Vrat Na Niyam: વટ સાવિત્રી વ્રતના દિવસે મહિલાઓ ન કરે આવી ભૂલ નહી તો અધૂરુ રહી જશે તમારુ વ્રત

Vat Purnima 2024: વટ સાવિત્રીનુ વ્રત જેઠ મહિનાની પૂર્ણિમા તિથિના દિવસે રાખવામાં આવે છે. એવુ કહેવાય છે કે આ દિવસે સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનના પ્રાણ યમરાજથી બચાવ્યા હતા.  તેથી આ વ્રતનુ મહત્વ વધુ છે.  સુહાગન મહિલાઓ પોતાના સૌભાગ્યની વૃદ્ધિ માટે આ વ્રત કરે છે. વટ સાવિત્રી વ્રતના દિવસે વિધિપૂર્વક પૂજા કરવાની સાથે જ મહિલાઓએ કંઈક અન્ય પણ ધ્યાન રાખવુ જોઈએ.  આવો જાણીએ વટ સાવિત્રી વ્રતના દિવસે મહિલાઓએ શુ કરવુ જોઈએ અને શુ નહી. 

 
વટ સાવિત્રીના દિવસે શુ ન કરવુ 
- વટ સાવિત્રી વ્રતના દિવસે મહિલાઓએ ભૂલથી પણ ભૂરા, કાળા અને સફેદ રંગના કપડા ન પહેરવા જોઈએ. પૂજામાં આ રંગોનો ઉપયોગ કરવો અશુભ માનવામાં આવે છે. 
 
- તમારા જીવનસાથી સાથે આ દિવસે વિવાદ કે કોઈની આગળ તેમની નીંદા પણ ન કરવી જોઈએ. 
 
- વટ વૃક્ષની પૂજા માટે મહિલાઓ જાય તો પૂરો સોળ શણગાર સજીને જ જાય. પણ આ વાતનુ ધ્યાન રાખો કે તમે તમારા વાળ આ દિવસે ન કપાવશો. 
 
-  જ્યારે વટ સાવિત્રી વ્રતની કથા ચાલી રહી હોય ત્યારે તેને અધવચ્ચે છોડીને ઉભા ન થાઓ. કથા પૂરી થયા પછી જ તમારી જગ્યાએથી ઉઠો. અન્યથા તમે વ્રતનો સંપૂર્ણ લાભ મેળવી શકશો નહીં.
 
- સાથે જ પરિક્રમા કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તમારા પગ કોઈને સ્પર્શે નહીં.
 
વટ સાવિત્રી ઉપવાસ શું કરવું
 
- વટવૃક્ષની પૂજા કર્યા પછી કાચો સૂતી દોરો લઈને ઝાડની 5, 7, 11, 21, 51 કે 108 વાર પ્રદક્ષિણા કરો. આનાથી ઓછી ન કર ન કરશો. જો તમે ચાહો ત્તો કાચા દોરાને જગ્યાએ નાડાછડીનો ઉપયોગ પણ કરી શકો છો. 
  
- જ્યારે મહિલાઓ પોતાનું વ્રત તોડે છે ત્યારે તેને ચણા ખાઈને જ તોડવુ જોઈએ. આ માટે ચણાને પહેલા પાણીમાં પલાળી દો.
 
પૂજા દરમિયાન તમે જે પણ  સુહાગની સામગ્રી પ્રદાન કરો છો, તે ફક્ત તમારી સાસુ, નણંદ
 અથવા પરિણીત સ્ત્રીને જ આપો.