(Translated by https://www.hiragana.jp/)
Mango Pickle Recipe - મિનિટોમાં તૈયાર થઈ જશે કેરીનુ અથાણું, વર્ષો સુધી નહી થાય ખરાબ જાણી લો રેસીપી - Mango Pickle Recipe in Guajrati | Webdunia Gujarati
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 19 જૂન 2024 (13:50 IST)

Mango Pickle Recipe - મિનિટોમાં તૈયાર થઈ જશે કેરીનુ અથાણું, વર્ષો સુધી નહી થાય ખરાબ જાણી લો રેસીપી

ગરમીની ઋતુ એટલે કેરીની ઋતુ. ગરમી આવતા જ ઘરમાં કાચી અને પાકી કેરી આવવા માંડે છે. કાચી ક્રીથી અનેક પ્રકારનુ શાક, ચટણી અને પનુ બનાવી શકાય છે.  કેરીનુ અથાણુ નાખવાની પણ આ સીઝન હોય છે. ગરમીની ઋતુમાં કેરીનુ અથાણુ નાખીને તમે આખુ વર્ષ ખાઈ શકો છો. જો કે અથાણાનુ નામ સાંભળતા જ આજકાલના યુવાઓના મનમા ફક્ત દાદી નાનીના હાથનુ અથાણુ જ આવે છે. એવુ નથી કે તમે અથાણું નથી બનાવી શકતા.  હવે તો માર્કેટમાં તૈયાર અથાણાનો મસાલો પણ મળે છે. તમે ઘરે પણ જાતે કેરીનુ અથાણુ બનાવી શકો છો.. તેમા વધુ મસાલા પણ નથી નાખવા પડતા અને એકદમ ઘર જેવો સ્વાદ આવે છે. આવો જાણીએ કેવી રીતે તમે ફટાફટ કેરીનુ અથાણુ બનાવી શકો છો ?
 
કેરીનુ અથાણુ બનાવવા માટે જોઈએ આ સામગ્રી 
તમે એકવારમાં લગભગ 2 કિલો કેરીનુ અથાણુ નાખી શકો છો 
આ માટે 100 ગ્રામ મેથી અને 100 ગ્રામ વરિયાળી લઈ લો. 
50 ગ્રામ કલૌંજી અને 50 ગ્રામ હળદર પાવડર જોઈએ 
લગભગ દોઢ લીટર સરસવનુ તેલ જોઈએ 
લાલ મરચાનો પાવડર અને મીઠુ સ્વાદમુજબ 
 
કેરીનુ અથાણુ બનાવવાની વિધિ - કેરીનુ અથાણુ બનાવવા માટે પહેલા કેરીને ધોઈ લો અને સુકાવી લો. હવે કેરીના બરાબર એક જેવા કટકા કરીને તેને સુકવવા માટે મુકી દો. 
 
 
હવે લગભગ 1 કપ તેલમાં બધા મસાલા નાખીને મિક્સ કરી દો.  
આ મિશ્રણમાંથી થોડુ અથાણાના ડબ્બામાં પણ નાખી દો. 
જેથી ડબ્બામાં મસાલો સારી રીતે ચોટી જાય. 
હવે કેરીના ટુકડાને આ મસાલામાં સારી રીતે મિક્સ કરી દો 
હવે આ મસાલાવાળી કેરીને અથાણાની બરણીમાં ભરી દો. 
ધ્યાન રાખજો કે બધા ટુકડા પર મસાલો સારી રીતે ચોટી જવો જોઈએ 
હવે બચેલા મસાલા અને તેલને અથાણામાં ઉપરથી નાખી દો અને અથાણાનો ડબ્બો બંધ કરીને અઠવાડિયા સુધી તાપમાં મુકી દો. 
અથાણાને કડક તાપમાં મુકો અનેન તેને વચ્ચે વચ્ચેથી હલાવતા રહો. કેરીનુ સ્વાદિષ્ટ અથાણુ બનીને તૈયાર છે.